GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે પર બેફામ કાર ચલાવી 3 ગાડીઓનો કચ્ચરઘાણ – કાર ચાલક ફરાર

ત્રણ ગાડીઓ કચડી નાંખ્યા બાદ વિજપોલ પણ ધરાશાયી કરી દીધો, પોલીસ ઘટનાસ્થળે દોડી

તા.22/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજ્યમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ અને હિટ એન્ડની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી આવી જ એક દુર્ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે પર નબીરાએ બેફામ કાર ચલાવીને ત્રણ વાહનોને ટક્કર મારી હતી સુરેન્દ્રનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકથી માત્ર 200 મીટર ની ત્રિજ્યામાં જ નબીરાઓએ અકસ્માત સર્જાયો છે અને વીજળીના થાંભલાઓ પણ પાડી દેવામાં આવ્યા છે ત્યારે અનેક વાહન ચાલકો આ અકસ્માત જોતા તેમના હૃદય પણ ધબકવા લાગ્યા હતા અને અકસ્માત સર્જી અને કાર નો ચાલક કાર ઉંધી પડી ગયો હોવા છતાં પણ બહાર નીકળી અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે આગળની બંને કારના ચાલકોનો પણ આબાદ બચાવ થયો હતો પરંતુ આ નબીરાએ ત્રણ વાહનોને હડફેટે લઈ અને નુકસાન પણ પહોંચાડ્યું છે અને વીજપોલ પણ પાડી દેવામાં આવ્યા છે ત્યારે આ ઘટના અંગેની જાણકારી મળતાની સાથે જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી પરંતુ કાર નો ચાલક જ કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો જ્યારે આ ઘટના મધ્યરાત્રીના બની છે જ્યારે એક જ સપ્તાહમાં આ રોડ ઉપર બીજી ઘટના બની છે ત્યારે રાત્રિના પેટ્રોલિંગ કરતી પોલીસ શું કરે છે અને આવા વાહનો બેફામ રીતે ચલાવવામાં આવે છે ત્યારે પોલીસ કઈ અને કેવી રીતની કામગીરી કરે છે તે પણ એક શહેરી જનતામાં સવાલ ઉત્પન્ન થયો છે ત્યારે આ ઘટના અંગેની જાણકારી મળતાની સાથે જ એસઓજી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પીઆઇ અને પીએસઆઇ શીંગ રીચિયા સહિતના સ્ટાફ તપાસ અને આકાર ચાલક કોણ છે ક્યાંનો છે જ્યારે એવું પણ લોકોમાં ચર્ચા છે કે જ્યારે આવા નબીરાઓ અકસ્માત સર્જે છે ત્યારે ખાસ કરી અને નશાની હાલતમાં કાર ચલાવતા હોય છે અને આ રીતે અકસ્માત સર્જી અને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડતા હોય છે ક્યારેક આકસ્માત મોટી દુર્ઘટના પણ સાબિત થઈ શકે છે ત્યારે ખાસ કરી અને પોલીસ તંત્ર દ્વારા આવા નબીરાઓને જ્યાંથી પસાર થતા હોય ત્યાં જ રોકી અને તપાસ હાથ ધરવી જોઈએ તેવું પણ શહેરી જનતામાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાલતો મધ્યરાત્રીના કારના ચાલકે ત્રણ વાહનોને હડફેટે લઈ અને પોતાની કાર પણ પલટી ખાઈ ગઈ છે ત્યારે હાલમાં એસઓજીની સાથે વઢવાણ બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે અને તાત્કાલિક અસરે આકારના ચાલકને ઝડપી પાડવાના પણ આદેશો આપવામાં આવ્યા છે જોકે ગંભીર અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી ઉલ્લેખનીય છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે જે કારે અકસ્માત સર્જયો હતો તે પલ્ટી ખાઈ ગઈ હતી મધરાત્રિએ અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે આ કાર ચાલક કોણ હતો તે હજું સામે આવ્યું ન હતું અકસ્માત સર્જીને કાર મૂકીને ચાલક ફરાર થયો હતો જો કે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!