NARMADATILAKWADA

તિલકવાડા શ્રી કે એમ શાહ હાઇસ્કુલ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ

તિલકવાડા શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ : તાલુકામાં અંદાજીત 350 થિ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર હાલ ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ પરિયોજના અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં અંદાજીત 550 થિ વધુ જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવી છે. આ શાળામાં વિદ્યાર્થીઓ માટે જરૂરી શિક્ષાને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ શિક્ષાનો તમામ ખર્ચ ની સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત આજ રોજ તિલકવાડા શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઇસ્કુલ અને એકલવ્ય સ્કૂલ ખાતે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.

  • ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષા આપવા માટે અનેક પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા શિક્ષણ પરીયોજના અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત કરવામાં આવી છે. સમસ્ત ભારતમાં 550 થિ પણ વધુ જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત કરવામાં આવી છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની ભરતી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે. જેના ભાગરૂપ આજ રોજ સમગ્ર ગુજરાત માં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું આ પરીક્ષામાં નર્મદા જિલ્લાના 3339 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સાથે જ તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ અને એક લવ્ય સ્કૂલ ખાતે પણ આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં તાલુકાના અંદાજીત 370 જેટલા વિધાયર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પાસ થનાર વિધાયર્થીઓને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. અને તે વિધાયર્થીઓને શિક્ષા ને લગતા તમામ ખર્ચ ની સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. આ પરીક્ષા આપવા માટે વિધાયર્થીઓ સાથે તેમના વાલીઓ વહેલી સવાર થી જ મોટી સંખ્યા માં શાળા બહાર ઉમટી પડયા હતા. અને આ પરીક્ષા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!