ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં યોજાયો શિક્ષણ સહાયકભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં યોજાયો શિક્ષણ સહાયકભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ

અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે આવેલ શ્રી સી. જી. બૂટાલા સર્વોદય હાઈસ્કુલ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો. જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને આ સમારોહ યોજાયો .

બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2025 અન્વયે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અરવલ્લી આયોજિત આ સમારોહમાં કુલ ફાળવેલ 160 ઉમેદવારો માંથી 157 ઉમેદવાર હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં,જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષા ગામીત, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, શાળા સંચાલક મંડળના આગેવાન,આચાર્ય સંઘના આગેવાન, ઉ.માં સંઘના આગેવાન, માધ્યમિક સંઘના પ્રમુખશ, વહીવટી સંઘના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!