અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના કલેકટર પ્રશસ્તિ પારીક દ્વારા અનાથ દીકરીઓ સાથે સંવાદ કરી એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી
બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને અનાથ અને સિંગલ મધરની દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો જેમાં દીકરીઓની સ્કીલ, રસ રૂચી વિશે ચર્ચા કરી તેમના પ્રશ્નોની જાણકારી મેળવવમાં આવી. દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા ખાતે પ્રિ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટર અંતર્ગત ચર્ચા કરવામાં આવી, તથા શિક્ષણ ને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો. જિલ્લા બાળ સુરક્ષા એકમ સાથે રહી અનાથ દીકરીની મુલાકાત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન જી. મન્સૂરી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી- રમેશભાઈ ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી- ડૉ.દિલીપભાઈ બિહોલા, જિલ્લા સંકલ્પ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન, સખી વન સ્ટોપ સેન્ટર, તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.