AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ મંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો સાથે સંવાદ સાધ્યો. APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ આઈ.ટી. નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શિક્ષણ મંત્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગ્પાલસિંહ જે. ચુડાસમા, ગુજરાત સરકારના ટેકનીકલ એક્સપર્ટ અને સિનિયર એડવાઈઝર ડૉ. રામજી સિંગ, ધીરજ રાઠોડ, હરિભાઈ પારેખ, જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર અને ગ્રામ્ય, DPEO અમદાવાદ તેમજ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના આચાર્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં કામગીરીની સમીક્ષા સહિત શાળાઓને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવીને તેના નિવારણની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વધુમાં, શિક્ષણ મંત્રીએ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના કેમ્પસમાં આવેલ વોકેશનલ ગાઇડન્સ ઓર્ગેનાઈઝેશન સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ, તેમણે NEP-2020માં સૂચવ્યા મુજબ કૌશલ્ય આધારિત શિક્ષણને સઘન બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં.

ત્યારબાદ શિક્ષણ મંત્રી જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તેમજ સર્વે હાજર પદાધિકારીશ્રીઓ સાથે વિવિધ બાબતો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને જિલ્લામાં ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવા અંગે સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

Back to top button
error: Content is protected !!