
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સરકારી બી.એડ્. કોલેજ, મેઘરજ ખાતે માર્ગદર્શિકા તરીકે ‘શિક્ષણ પ્રશિક્ષણ પરિચય પુસ્તિકા ‘ વિમોચન કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ 25/07/2025 ના દિવસે સરકારી બી.એડ્. કોલેજ, મેઘરજ ખાતે નવીન સત્ર 2025-26 માં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓ માટે તૈયાર કરેલ માર્ગદર્શિકા તરીકે ‘શિક્ષણ પ્રશિક્ષણ પરિચય પુસ્તિકા ‘ વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ વિશે કોઓર્ડિનેટર મોહિન્દર રાજપુરોહિત દ્વારા સામાન્ય પરિચય અને એના હેતુઓ વિશે માહિતી આપવામાં આવી હતી, અને કોલેજના આચાર્ય ડો. રામ ચોચાના હસ્તે પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે કોલેજ સ્ટાફના અધ્યાપકઓના હસ્તે તાલીમાર્થીઓને પુસ્તક આપવામાં આવી હતી.




