GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:રૂબામિન પ્રા લિમિટેડ કંપની દ્વારા કાળીભોઈ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૭.૨૦૨૫
હાલોલ તાલુકાની કાળીભોઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની વધુ વરસાદને કારણે પોતાના ઘરે રહેલી અભ્યાસની તમામ સામગ્રી પાણીમાં તણાઈ જતા તેની જાણ શિક્ષણ શાખા ને થતા બીટ કેળવણી નિરીક્ષક અરાદ તથા શિવરાજપુર દ્વારા આ બાબતે રૂબામીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક કરતા કંપનીએ બાળકોના શૈક્ષણિક હિતાર્થે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક નિર્ણય લઇ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં કાળીભોઈ પ્રાથમિક શાળામાં બાળકોને રૂબામીન કંપની તરફથી આપવામાં આવેલ દફતર, કંપાસ બોક્સ તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તથા બાળકોને નિયમિત રીતે શાળામાં આવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.