

દિપક પટેલ-ખેરગામ
નાંધઈ ભૈરવી (તાલુકો ખેરગામ) – તારીખ 19 જૂન, 2025ના રોજ નાંધઈ ભૈરવી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મોગલ ગ્રુપના યુવાનો તથા ગામના રહેવાસીઓના સહયોગથી સંચાલિત થયો. વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ જેવી શૈક્ષણિક સામગ્રી વિતરણ કરીને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ કરવામાં આવી. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ કીટ ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. કાર્યક્રમમાં શિક્ષકો, ગામના આગેવાનો, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોગલ ગ્રુપના આ સામાજિક પ્રયત્નની સરાહના કરી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા પ્રોત્સાહિત કરાયા.



