ANANDANAND CITY / TALUKOGUJARAT

બી.આર.સી.ભવન વઘવાલા બોરસદ ખાતે દિવ્યાંગ બાળકોને રીસોર્સરૂમમાં શેક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી .

બી.આર.સી.ભવન વઘવાલા બોરસદ ખાતે દિવ્યાંગ બાળકોને રીસોર્સરૂમમાં શેક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી .

તાહિર મેમણ : આણંદ – આજ રોજ તા:- 29/07/2024 મંગળવારના રોજ બી.આર.સી.ભવન વઘવાલા બોરસદ તાલુકા ખાતે સાંઈ શ્રુતિ ચેરિટેબલ ટ્રસ્ટ (આણંદ U.K) દ્વારા બોરસદ તાલુકાના 4 રીસોર્સરૂમ અંતર્ગત ભાગ લઈ રહેલ 379 દિવ્યાંગ બાળકોને મદદરૂપ થાય તેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંઈ શ્રુતિ ટ્રસ્ટના મહામંત્રી શ્રી શ્યામભાઈ વ્યાસ, બોરસદ તાલુકાના બી.આર.સી કો.ઓ નિકુંજભાઈ સોલંકી, બોરસદ તાલુકાના પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી પી.ડી.જાદવ, પ્રા.શિક્ષક સંઘના મહામંત્રીશ્રી ભૂપેદ્નભાઈ સોલંકી ,આણંદ જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ સોલંકી ,બોરસદ તાલુકાના પ્રા.શિક્ષક સંઘના ખજાનચી શ્રી ભરતભાઈ ગોહેલ તેમજ બોરસદ તાલુકાના તમામ આઈ.ઈ.ડી સ્પેશિયલ એજ્યુકેટર ,આઈ.ઈ.ડી એસ.એસ તથા સ્પેશિયલ ટીચર તથા દિવ્યાંગ બાળકોના વાલીશ્રીઓના હસ્તે કીટ અર્પણ કરવામાં આવી ..માનનીય બી.આર.સી કો.ઓ સાહેબશ્રી નિકુંજભાઈ સોલંકી તથા શ્યામભાઈ વ્યાસ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ બાળકોને અને વાલીશ્રીઓને માર્ગદર્શન આવ્યું આપ્યું ….અંતે કાર્યક્રમને સફળ બનાવનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો …

Back to top button
error: Content is protected !!