WAKANER:વાંકાનેર જોખમી બાઇક સ્ટંટ કરનાર યુવાનને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ
WAKANER:વાંકાનેર જોખમી બાઇક સ્ટંટ કરનાર યુવાનને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર રાત્રીના સમયે બાઈક પર ઉભાં થઇ વાહન ચલાવી જોખમી રીતે બાઈક સ્ટંટ કરતાં એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેના આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જોખમી બાઇક સ્ટંટ કરનાર તિથવા ગામના યુવાન સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર બાઈકમાં ઉભા-ઉભા સવારી કરી જોખમી રીતે સ્ટંટ કરી પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેના આધારે પોલીસે આ બનાવમાં તપાસ કરી જોખમી બાઇક સ્ટંટ કરનાર વાંકાનેર તાલુકાના તિથવા ગામના ઇરફાન મકબુલશા શાહમદાર (ઉ.વ. ૨૧) શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું





