આદર્શ ઉચ્ચ.પ્રાથમિક વિભાગનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
11 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ઉચ્ચ. પ્રાથમિક વિભાગ દ્વારા તારીખ-૦૩/૦૧/૨૦૨૫ થી ૦૭/૦૧/૨૦૨૫ સુધી એમ પાંચ દિવસનો રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક વારસાને તેમજ ભૌગોલિક વિવિધતા વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય. આ શૈક્ષણિક પ્રવાસમાં ૭૪ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી સાહેબ અને આચાર્યશ્રી એમ. એચ.પઠાણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તથા પ્રવાસ સમિતિના કન્વીનરશ્રી અમરીશભાઈ પટેલ , પ્રવાસ સમિતિના સભ્યો અને સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર થયું હતુ. આ શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓ પણ આનંદ માણી ઐતિહાસિક વિરાસત, ભાતીગળ સંસ્કૃતિ, સામાજિક અને ધાર્મિક મૂલ્યો વગેરે વિશે અવગત થયા હતા.