BHARUCHGUJARATJHAGADIYA

બદલાતી ઋતુની અસર : ઝગડિયા તાલુકામાં થ્રોટ ઇન્ફેક્સનનો વાવર

બદલાતી ઋતુની અસર : ઝગડિયા તાલુકામાં થ્રોટ ઇન્ફેક્સનનો વાવર

 

શિયાળો વિદાય લઇ રહયોછે ઉનાળાના આગમને તાલુકા વાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યાંછે

 

 

 

 

શિયાળાની મોસમ વિદાય લઇ રહીછે અને ઉનાળાની ગરમીનો પ્રારંભ થવા જઈ રહ્યોછે તેવામાં ઝગડિયા તાલુકામાં બેવડી ઋતુનો સામનો કરી રહેલા તાલુકા વાસીઓ ગળાના ઇન્ફેકશન તેમજ વાયરલ ઇન્ફેકશનના વાવરમાં સપડાયાછે ઝગડિયા તાલુકાના મુખ્ય મથક ઝગડિયા, ઉમલ્લા, રાજપારડી જેવા મોટા ગામોના ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ પર દર્દીઓની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યોછે રાજપારડીના એક તબીબી જણાવ્યું હતું કે પાછલા દિવસો દરમિયાન અચાનક ગરમ વાતાવરણ લાગ્યું હતું અને હાલ બે દિવસોથી ફરી ઠંડીનો ચમકારો જણાતા માનવ શરીર બેવડી ઋતુ કારને બીમાર લાગે તે સ્વાભાવિકછે હાલ દર્દીઓ ગાળામાં ખરાશ,વાયરલ ઇન્ફેકશન, શરદી ખાંસી જણાતા દર્દીઓ સારવાર મેળવવા આવી રહ્યાંછે આવી બેવડી ઋતુના પગલે દર્દીઓ પોતાની કાળજી રાખે તે જરૂરીછે સમય જતા અને ઋતુચક્ર નો સમય બદલાતા આવા દર્દીઓ આપમેળે સ્વસ્થ થઇ જતા હોઈછે તદુઉપરાંત વૃદ્ધો તેમજ નાના બાળકોને બદલાતી ઋતુ તરત અસર કરતી હોઈ તેઓને સંપૂર્ણ દરકાર પણ રાખવી જરૂરીછે ઉલ્લેખનીય છેકે અમુક દવાઓ અમુક દર્દીઓને આડઅસર પણ કરતી હોયછે તેવામાં અમુક દર્દીઓ ઘરેલુ નુશખાઓ જેવા કે ઉકાળો, નાશ, આયુર્વેદિક શક્તિવર્ધક શીરપ, શુંઠ,આદું, જેવા ઘરેલુ ઉપાયો તેમજ આયુર્વેદિક દવાઓ પણ લેવા દોડાદોડ કરતા નજરે પડી રહ્યાંછે

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!