પાલનપુર માં તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા મહા સુદ પૂનમના દિવસે હરસિધ્ધિ માતા મંદિરે હવન યોજાયો
13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં તપોધન બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મહાશુદ પૂનમના દિવસે હરસિધ્ધિ માતાના મંદિરે ભૂદેવો દ્વારા વિધિ સર હવન કરાયો હતો જેમાં સમાજના નવ દંપતીઓ એ પૂજામાં બેસી મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી હતીપાલનપુરમાં તપોધન વાસના નાકે આવેલું હરસિધ્ધિ માતાના મંદિર ના પ્રાગણમાં મહાશુદ પૂનમના દિવસે હવનનું આયોજન સમાજના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલો સવારે થી શરૂ થયેલો હવન બપોરે શ્રીફળ હોમી પુર્ણાહુતી કરાયા બાદ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પ્રસાદ રૂપે ભોજન ના આયોજનમાં મોટી સંખ્યામાં તપોધન સમાજના જેમાં સમાજના અગ્રણી આણંદભાઈ રાવલ. કનુભાઈ રાવલ. કલ્પેશભાઈ રાવલ (વકીલ) કલ્પેશભાઈ રાવલ દેવેન્દ્ર રાવલ. ચેતનભાઇ રાવલ. દીપકભાઈ રાવલ. ભાવેશભાઈ રાવલ. સમીર રાવલ. ગૌરાંગ રાવલ. જનક રાવલ.પાર્થ રાવલ. મુકેશ રાવલ. તેમજ અન્ય મહિલાઓ બાળકો હાજરી આપી હતી બંને મંદિરોમાં ફૂલહાર લાઈટ ડેકોરેશન રાત્રી દરમિયાન ઝગમગાટ ઉઠી હતી