
નરેશપરમાર.કરજણ –



સાયર ગામમાં ઇદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
કરજણ તાલુકાના સાયર ગામમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ ઉજવણી, શિસ્તબદ્ધ રીતે ઝુલુસ સમાપ્ત થયું.
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ના જન્મદિવસ નિમિત્તે સાયર ગામમા ઈદે મિલાદુન્નબીની ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં મુસ્લિમ બિરાદરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુલુસમાં બાળકો, યુવાનો, અને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. સૌએ ધાર્મિક પોશાક પહેરીને હાથમાં ઇદે મિલાદના ધ્વજ પકડ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં “નારા એ તકબીર”, “નારા એ રિસાલત”, અને “સરકાર કી આમદ મરહબા” જેવા નારાઓ ગૂંજી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર સાયર ભક્તિમય બની ગયું હતું. આ ઝુલુસ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી ભાઈચારા અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો : જેમાં દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને દેશ પર આવનારી તમામ મુસીબતો દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ આયોજન સમાજમાં એકતા અને કોમી સદ્ભાવનાનો અનોખો સંદેશો ફેલાવનારું પૂરવાર થયું. : ઝુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરજણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો ઝુલુસની આગળ અને પાછળ સતત હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. પોલીસના સહયોગથી આ ભવ્ય પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આમ, વરસાદી વિઘ્નો છતાં, સાયર મુસ્લિમ બિરાદરોએ પૂરી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઇદે મિલાદનું પર્વ ઉજવીને ભાઈચારા અને માનવતાનો સંદેશો ફેલાવ્યો હતો.




