BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: નબીપુર મડ્રસા ખાતે ઇદે મીલાદુન્નબી ની ઉજવણી કરાઈ, તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમ રજુ કરાયો.

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મ દિવસને મુસ્લિમ સમુદાયના લોકો ઇદે મિલાદ તરીકે ઉજવે છે. આ પર્વ દેશભરમાં આવતીકાલે સોમવારે ઉજવાશે. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મડ્સા એ અલવીયુલ હુસૈની ખાતે આજરોજ તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રાજુ કરાયા હતા. બાળકોએ પયગમ્બર સાહેબના જીવન ઉપર, તેમની જીવનશૈલી, તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો. સંસ્થાના બાળાઓ અને બાળકો દ્વારા નાતશરીફ પણ પઢવામાં આવી હતી. આ પ્રસંગે મડ્રસા ના મુદરરિસો અને ગામના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.



