GUJARATSINORVADODARA

સાધલીની મદીના મસ્જિદ ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવી તેમજ ભારત દેશમાં અમન-શાંતિ માટે ખાસ દુઆ કરાઈ

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ખાતે આવેલી મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. મસ્જિદના પેશ ઈમામ મૌલાના અબ્દુલ કાદરી દ્વારા ઈદની નમાજ પઢાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા.

ઇદની નમાજ બાદ મૌલાના અયુબ કાદરીએ સમગ્ર દેશમાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ કરી હતી. તેમણે દેશના લોકો વચ્ચે એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મદીના મસ્જિદના પ્રમુખ શબ્બીર રાઠોડ તેમજ યાસીન રાઠોડ દ્વારા ભારતના તમામ ધર્મના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારા માટે સંદેશ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!