GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં ઈદુલફિત્ર પર્વની કોમી એકલાસભર્યા માહોલમાં ઉજવણી

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહિનો ગણાતા રમઝાન માસના છેલ્લા દિવસે શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાય આવતા શનિવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્ર પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા દાદરી ફળીયા ખાતે આવેલી ઈદગાહમાં ઈદુલ્ફીત્રની નમાઝ અદા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેરગામ સહિત ધરમપુર,વાડ, પીઠા સહિતના ગામોમાંથી મુસ્લિમ બિરાદરોએ સવારે સમયસર પહોંચી નમાઝ અદા કરી હતી.જેમાં કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યા જળવાય રહે તે માટે ખેરગામ પોલીસ મથકના પીઆઈ પીનલ ચૌધરી તેમજ તેમની સમગ્ર ટીમે ઇદગાહ બહાર ખડેપગે સેવા આપી હતી.સુન્નત જમાતના કમિટી સભ્ય ઐયુબભાઈ ઈંડાવાળાએ પીઆઇ અને એમની ટીમે તહેવાર શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આપેલી સેવાને બિરદાવી તમામ પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે સમાજના પ્રમુખ ગુલાબભાઈ શેખ,જમીરબાપુ,અઝીઝભાઈ ક્વોરીવાળા,નઝીરભાઈ શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ખેરગામ ઈદગાહમાં ઇદની નમાઝ બાદ ખાસ દુઆ કરવામાં આવી હતી.ખેરગામની રિફાઇ કમિટી દ્વારા શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું.ઇદની નમાઝ બાદ સમગ્ર દિવસ દરમ્યાન હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને મુબારકબાદી અને શુભકામના પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!