GUJARAT

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન માસ પૂરો થયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવે છે આજે સમગ્ર દેશમાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ભવ્ય ઉજવણી કરાઇ હતી એકબીજાને ઈદની મુબારક બાદ પાઠવવામાં આવી હતી

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાઈ હતી બાદ એકબીજાને ગળે મળીને મુબારક બાદ પાઠવવામાં આવી હતી ત્યારે નમાઝ બાદ વિશ્વ શાંતિ માટે દુઆ પણ કરવામાં આવી હતી

 

મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે ઇદનો દિવસ એ ઈનામ નો દિવસ છે એક મહિનો બંદા ભૂખ્યા તરસ્યા રહી રોઝા રાખી પરવરદિગાર ની ઇબાદત કરે છે ત્યારે પરવરદિગાર તરફથી ઈદ નો દિવસ રોઝેદાર બંદા માટે ઈનામ નો દિવસ છે આ દિવસે એકબીજા પ્રત્યે ભેદભાવ ભૂલી જઈ મુબારક બાદ પાઠવવી જોઈએ

Back to top button
error: Content is protected !!