
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી પોલીસની જાળમાં એક સાથે આઠ નાસતા ફરતા આરોપીઓ સપડાયા
*શામળાજી પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ સહીત ગંભીર ગુન્હામાં ફરાર આઠ આરોપીના હોશ ઉડ્યા*
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર ગુન્હા આચારી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે શામળાજી પોલીસે ગંભીર ગુન્હામાં સંડોવાયેલ
ગલી સીમરો ગામના આઠ આરોપીઓને જાળ પાથરી આશ્રમ ચોકડી નજીક ભિલોડા રોડ પરથી દબોચી લેતા છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપતા આરોપીઓના મોતિયા મરી ગયા હતા બે વર્ષ અગાઉ ગલી સીમરો ગામમાં બે મકાનમાં આગ લગાવી હતી અને શામળાજી પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો
શામળાજી પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશનમાં ગુન્હામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ટેકનિકલ એનાલિસિ સહીત બાતમીદારો સક્રિય કરતા બે વર્ષ અગાઉ રાયોટીંગ સહીત ગંભીર ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ભિલોડા કામકાજ અર્થે ગયા બાદ પરત શામળાજી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ આશ્રમ ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી આરોપીઓ ભિલોડા રોડ પર ઉભા જોવા મળતા આરોપીઓને કોર્ડન કરી દબોચી લેતા આરોપીઓ પોલીસ પકડ જોઈ ચોકી ઉઠ્યા હતા શામળાજી પોલીસે ગલી સીમરો ગામના
1)જગદીશ ઉર્ફે જીગ્નેશ રૂમાલ ઉર્ફે કાંતિ ખરાડી, 2)જયંતિ જીવા ખરાડી, 3)રૂમાલ ઉર્ફે કાંતિ કડવા ખરાડી,4)અજીત શંકર તરાર, 5)રમેશ લાલુ તરાર, 6) વિમલ ખાતુ ભગોરા, 7)રાજેશ વિમલ ભગોરા, 8)જીવા લાલુ તરાર ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા





