BANASKANTHAGUJARAT

કંથેરીયામા ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજમા એકાદશી ઉદ્યપન વિધાન (વિષ્ણુ) યજ્ઞ યોજાયો.

કંથેરીયામા ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજમા એકાદશી ઉદ્યપન વિધાન (વિષ્ણુ) યજ્ઞ યોજાયો.

કંથેરીયામા ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજમા એકાદશી ઉદ્યપન વિધાન (વિષ્ણુ) યજ્ઞ યોજાયો.

ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ-પુણ્યનો,સ્વર્ગ-નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા,જપ,તપ,વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે. જેમાં એકાદશીનાં વ્રતનું માહાત્મય ખુબજ મોટું છે. એકાદશી એટલે અગિયારસ. વિક્રમ સંવત મુજબ વર્ષના ૧૨ મહિના હોય છે.૧ માસમાં એક શુકલ પક્ષ (સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે.બન્ને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે.એક વર્ષ દરમિયાન કુલ ૨૪ એકાદશી આવે છે.તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિકમાસની બે એકાદશી મળીને કુલ ૨૬ એકાદશી હોય છે.એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે.ઉપવાસ માં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ.પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે.તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઋષિમુનિઓના કથન અનુસાર ઓગડ તાલુકાના કંથેરીયામા ફાર્મ હાઉસ ખાતે પ્રજાપતિ કેશાભાઈ વાસ્તાભાઈ પરિવારના સીતાબેન દિનેશભાઈએ એકાદશીનું વ્રત કરતા પોષવદ ચૌદસ ને શનિવાર ના રોજ દિનેશભાઈ કેશાભાઈ ના યજમાન પદે શાસ્ત્રી જીતુભાઈ જોષી અધગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉપ પ્રમુખ રામશીભાઈ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરા પ્રમુખ ઉમેશભાઈ, પ્રેસ રિપોર્ટર નટવર પ્રજાપતિ થરા,હરિભાઈ પ્રજાપતિ માંડલા, શ્રી ચામુંડા સોસાયટી થરા નું મિત્ર મંડળ સહીત ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ.ત્યારે પ્રજાપતિ મનુભાઈ કેશાભાઈ એ જણાવ્યું હતું કે સીતાબેનની મનોકામના પૂર્ણ થતા એકાદશી નિમિત્તે શનિવારના વિષ્ણુયજ્ઞ અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરે પધારનાર સગા સ્નેહજનો માટે શનિવારે સાંજે અને રવિવારે સવારે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!