વિજાપુર ખાતે આવેલ ગોપાલક બેંકના પ્રમુખ તરીકે ચૂંટાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે આવેલ તાલુકા ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. સંચાલિત ગોપાલક બેન્ક ના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઇ દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા.ગત પ્રમુખની મુદ્દત પુરી થયા બાદ ગઇ શનિવારે યોજાયેલ ગોપાલક સહકારી મંડળી કારોબારીની મીટીંગ માં ઉપસ્થિત પંદર ડિરેક્ટરો એ દેસાઈ રાજેન્દ્રભાઈ ગોબરભાઈ રહે. જંત્રાલ વાળા ને તાલુકા ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.સંચાલિત ગોપાલક બેંકમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જેને ગોપાલક સમાજના લોકો દ્વારા વ્યાપક આવકાર આપ્યો હતો જ્યારે ગોપાલક બેન્ક ના નવા પ્રમુખ તરીકેનો રાજેન્દ્ર ભાઈ દેસાઈ એ ચાર્જ સંભાળ્યો હતો.