
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ‘આહવા બાર એસોસિયેશન’નાં હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ ચૂંટણીમાં લોકશાહી ઢબે તમામ સભ્યોની સહમતીથી નવી પેનલને બિનહરીફ જાહેર કરવામાં આવી છે.વકીલ મંડળના જણાવ્યા અનુસાર, આ વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ પદ માટે એસ.સી.બારે,મંત્રી પદ માટે આર. પી.લાખન, ઉપપ્રમુખ પદ માટે રાજેશભાઈ વાઘ, લાઇબ્રેરિયન પદ માટે વંશીકા એ.ભોયે તથા ખજાનચી તરીકે પી.એમ બાગુલની બિનહરીફ વરણી થયેલ છે.આહવા બાર એસોસિયેશનના તમામ વકીલ મિત્રો દ્વારા આ વરણીને આવકારવામાં આવી છે. બિનહરીફ જાહેર થયેલા તમામ હોદ્દેદારોને સાથી વકીલો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી સમયમાં આ નવી ટીમ વકીલોના હિતમાં અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે કાર્યરત રહેશે તેવી આશા સેવાઈ રહી છે..





