દિયોદર બાર એસોસિએશન ની યોજાઈ ચૂંટણી પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા વિજેતા કોર્ટ સંકુલ બહાર ઉત્સાહ નો માહોલ

દિયોદર બાર એસોસિએશન ની યોજાઈ ચૂંટણી પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા વિજેતા કોર્ટ સંકુલ બહાર ઉત્સાહ નો માહોલ8
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
પ્રમુખ તરીકે હરદેવભાઈ જોષી ઉપપ્રમુખ કે વી બારોટ ચૂંટાયા
સમગ્ર જિલ્લામાં શુક્રવારે બાર એસોસિએશન ના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ની ચૂંટણી યોજાઈ હતી જેમાં દિયોદર ખાતે પણ બાર એસોસિએશન પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ની ચૂંટણી થઈ હતી જેમાં કોર્ટ સંકુલ માં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપર થી મતદાન કર્યું હતું જ્યાં દિયોદર બાર એસોસિએશન પ્રમુખ તરીકે હરદેવભાઈ જોષી 61 મતે વિજેતા બન્યા હતા જેમાં ઉપપ્રમુખ તરીકે કે વી બારોટ ની ભવ્ય જીત થઈ હતી બાર એસોસિએશન ને નવા પ્રમુખ મળતા કોર્ટ સંકુલ બહાર વકીલ સભ્યોએ વિજેતા ઉમેદવાર ને ફુલહાર પહેરાવી ,ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો આ ચૂંટણીમાં ખજાનચી તરીકે એન ડી કચ્છવા ની પણ બિન હરીફ વરણી કરાઈ હતી અને સેકેટરી તરીકે સતત પાંચમી વાર પી પી ગોસાઈ ની નિમણૂક થઈ હતી દિયોદર કોર્ટ સંકુલ માં યોજાયેલ ચૂંટણી માં વકીલ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ સહિત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે બી કે જોષી,પૂર્વ પ્રમુખ એન એસ વાઘેલા,સરકારી વકીલ એસ આર બ્રાહ્મણ,પૂર્વ પ્રમુખ બી એસ વાઘેલા,પી જે સોની,આર સી મકવાણા ,ભરતભાઈ ઠાકોર, વગેરે વકીલ મિત્રો હાજર રહ્યા હતા





