નિલેશ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકાની અગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે યોજાઇ હતી શહેરાના પ્રાંત અધિકારી અધ્યક્ષમાં ચૂંટણી યોજાઈ હતી નવીન હોદ્દેદારોને નિમણૂક માટે શહેરા નગરપાલિકાના મીટીંગ હોલમાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી શહેરા નગરપાલિકાના વોર્ડના કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી શહેરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે રચનાબેન શાહ ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની પણ બિનહરી તરીકે વરણી થઈ હતી અને ભાજપના હોદ્દેદારોની હાજરીમાં નવીન હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતીઆમ શહેરા નગરપાલિકાના અગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા મંત્રી પરેશભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિ માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પ્રમાણે
શહેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે રચનાબેન જીજ્ઞેશભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ ચંદ્રસિંહ સોલંકી,કારોબારી અધ્યક્ષ સુરેશ કુમાર કાળુભાઇ બારીયા , શાસક પક્ષના નેતા રૂપસિંહ અમરસિંહ, તરીકે વરણી કરવામાં આવી