GUJARATMEGHRAJ

મેઘરજ : બિન હરીફ થયેલ ભેમાપુર ગ્રામપંચાયત ની સરપંચની ચૂંટણી યોજાશે, નામદાર હાઈકોર્ટે ઉમેદવારી પત્ર રદ કરતો હુકમ રદ કરી હરીફ ઉમેદવારનું નામ ઉમેરી ચૂંટણી લડવાનો હુકમ કર્યો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : બિન હરીફ થયેલ ભેમાપુર ગ્રામપંચાયત ની સરપંચની ચૂંટણી યોજાશે, નામદાર હાઈકોર્ટે ઉમેદવારી પત્ર રદ કરતો હુકમ રદ કરી હરીફ ઉમેદવારનું નામ ઉમેરી ચૂંટણી લડવાનો હુકમ કર્યો

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીના ગણતરી ના દિવસો બાકી છે અને ઉમેદવારો નો પ્રચાર પૂરજોશમાં છે ઉમેદવારો ના નામ પણ જાહેર થઇ ગયા અને કેટલીક ક્ષતીઓ માટે ઉમેદવારો ના ફોર્મ રદ પણ કરાયા હતા. પરંતુ એક એવી પંચાયત જેમાં ફોર્મ રદ કરેલ ઉમેદવાર કોર્ટમાઁ ગયો હતો અને કોર્ટ દ્વારા ફાર્મ માન્ય રાખવાનો હુકમ કરવામાં આવતા હવે એક ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ બની છે

મેઘરજ તાલુકામાં ગ્રામપંચાયત ની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી. મેઘરજ તાલુકામાં 2 ગ્રામપંચાયત સમરસ બની જેમાં મેડી પાન્ટા અને ભૂંજરી જોકે ભેમાપુર ગ્રામ પંચાયત પણ હરીફ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભેમાપુર પણ બિન હરીફ થયેલ પરંતુ ચૂંટણી અધિકારી એ રદ કરેલ સરપંચ પદનું ઉમેદવારી પત્ર હાઇકોર્ટ દ્વારા માન્ય રાખવાનો હુકમ કરતા હવે ભેમાપુર ગ્રામપંચાયત ની સરપંચ પદની ચૂંટણી યોજાશે

મેઘરજ તાલુકાની ભેમાપુર ગ્રામપંચાયતમાં સરપંચ નું ઉમેદવારી પત્ર હરીફ ઉમેદવારે આપેલ વાંધાને કારણે રદ થયેલ હતું. જે ચૂંટણી અધિકારી એ રદ કરેલ જેમાં રદ કરેલ ઉમેદવાર હાઇકોર્ટમાં ગયેલ અને રદ કરવાનો હુકમ હાઇકોર્ટ એ કાઢી નાખેલ જેને લઇ ફરી ભેમાપુર ગ્રામપંચાયત માં 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે

ભેમાપુર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર જશીબેન કટારા એ હરીફ ઉમેદવાર સવિતાબેન કટારા ના ત્યાં શૌચાલયની સુવિધા ન હોવા અંગે વાંધા અરજી આપતા સવિતાબેન નું ઉમેદવારી પત્રરદ થયું હતું અને જશીબેન બિનહરી થયા હતા પરંતુ ચૂંટણી અધિકારીના ઉમેદવારી પત્ર રદ કરવાના નિર્ણય સામે સવિતાબેન ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતાં નામદાર હાઇકોર્ટ એ ભેમાપુર ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારીનું ઉમેદવારી કરતું હુકમ રદ કરી નાખતા અને સવિતાબેન નું નામ હરીફ ઉમેદવારીની યાદી ઉમેરવા હુકમ કરેલ જેને લઇ વહીવટી તંત્ર એ ભેમાપુર ગ્રામ પંચાયતની અગામી 22 જૂનના રોજ સરપંચની ચૂંટણી માટેની કામગીરી શરૂ કરી દીધી છ જેમાં ભેમાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચની ચૂંટણી હવે માત્ર 3 દિવસો બાકી છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉમેદવારોની દોડમદોડ શરૂ થઈ ગઈ છે

Back to top button
error: Content is protected !!