27764 સરકારી શાળાઓ 50થી ઓછા વિદ્યાર્થી થવાના કારણે બંધ કરશે સરકાર
જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 કરતા ઓછી છે. કહેવામાં આવે છે કે અહીં ભણતા બાળકોને નજીકની સ્કૂલમાં એડજસ્ટ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં 27 હજાર સ્કૂલ બંધ થઇ શકે છે. શિક્ષણ વિભાગે તેની તૈયારી પૂર્ણ કરી છે. શિક્ષણ વિભાગ તે સ્કૂલોને બંધ કરવાની તૈયારીમાં છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 કરતા ઓછી છે. કહેવામાં આવે છે કે અહીં ભણતા બાળકોને નજીકની સ્કૂલમાં એડજસ્ટ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં 27 હજાર સ્કૂલ બંધ થઇ શકે છે. ડીજી કંચન વર્માએ સમીક્ષા બેઠકમાં સ્કૂલ મર્જરની તૈયારીના આદેશ આપ્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં 50થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને બીજી સ્કૂલમાં વિલયનો વિકલ્પ આપવામાં આવશે. 14 નવેમ્બર સુધી શિક્ષણ અધિકારી રિપોર્ટ તૈયાર કરશે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 27764 સ્કૂલમાં 50થી ઓછા વિદ્યાર્થી છે.
ડીજીએ 23 ઓક્ટોબરે શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્કૂલોને પુરી રીતે વ્યવહારિક બનાવવાની દિશામાં પગલા ભરવામાં આવી રહ્યાં છે. ઓછા વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોનું નજીકની સ્કૂલમાં વિલય કરવામાં આવશે. સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે 50 કે તેથી ઓછા વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોના આંકડા પ્રાથમિકતાના આધાર પર તૈયારી પુરી કરવામાં આવે. અધિકારીઓને આ વાતનું પણ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે કે કઇ સ્કૂલને કઇ નજીકની સ્કૂલમાં વિલય કરી શકાય.



