GUJARATNAVSARI

નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો ઉપર ૧૦,૮૫,૪૦૬ મતદારોને આવકારવા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકશાહીનો મહાપર્વ આજે તા. ૦૭મી મે-૨૦૨૪ આવી પહોંચી છે ત્યારે આ મહાપર્વમાં દરકે મતદાર પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો ઉપર ૧૦,૮૫,૪૦૬ મતદારોને આવકારવા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણરીતે તૈયાર છે.
ગુજરાત લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લામાં ૧૭૪ જલાલપોર વિધાનસભા, ૧૭૫ નવસારી ૧૭૬ ગણદેવી (એસ.ટી),  અને ૧૭૭ વાંસદા વિધાનસભા મળી કુલ -૦૪ બેઠક પર કુલ -૧૪ ઉમેદવારો મેદાનમાં છે. આજે જિલ્લાની ૦૪ વિધાનસભા બેઠક પર ૧૪ ઉમેદવારો વચ્ચે ખેલાનારા ચૂંટણી જંગમાં કુલ ૧૦,૮૫,૪૦૬ મતદારો કુલ-૧૧૧૬ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્રના ૫૩૫૬ અધિકારી-કમર્ચારીઓનો કાફલો ફરજ પર રવાના થયો છે.

મતદાનના દિવસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, સીઆરપીએફ અને એસઆરપીએફના જવાનો તૈનાત કરાયા છે.

નવસારી જિલ્લા માટે ૧૧૧૬ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જેમાં શહેરી વિસ્તાર-૨૧૨ અને ગ્રામ્ય વિસ્તાર- ૯૦૪ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જેમાં જે તે વિધાનસભા ખાતે  તૈયાર કરાયેલા ડીસ્પેચીંગ અને રીસીવીંગ સેન્ટર ઉપરથી કર્મચારીઓ  કુલ ૨૨૩૨ ઈવીએમ અને ૧૧૧૬ વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે પોતાના મતદાન મથક પર જવા રવાના થયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ ચારેય બેઠકના સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણી કામગીરીનું નિરિક્ષણ કરી સંલગ્ન ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સુપેરે પાર પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

૬૩ સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે ૫૫૯ મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે
નવસારી જિલ્લામાં કુલ -૧૧૧૬ મતદાન મથકો પૈકી ૬૩ સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે  ૫૫૯ મતદાન મથકો પર મતદાન કામગીરીનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જે પૈકી ૧૭૪ જલાલપોર બેઠકના ૧૨૩ મતદાન મથકો, ૧૭૫ નવસારી ૧૨૪, ૧૭૬ ગણદેવી (એસ.ટી) ના ૧૫૧ અને ૧૭૭ વાંસદાના ૧૬૧ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના વિધાનસભા મતદાન વિસ્તાર મુજબ મતદારોની સંખ્યા પર એક નજર કરીએ તો ૧૭૪ જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં૧૨૦૪૫૭- પુરુષ, ૧૧૭૬૨૪- સ્ત્રી, ૭- અન્ય એમ કુલ- ૨૩૮૦૮૮ મતદારો છે.જ્યારે ૧૭૫ નવસારી વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૫૯૧૯- પુરુષ, ૧૨૬૪૭૩- સ્ત્રી, અને ૧૬- અન્ય મળી કુલ- ૨૫૨૪૦૮ મતદારો છે.
જ્યારે ૧૭૬ ગણદેવી (એસ.ટી)  વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૫૯૭૧- પુરુષ, ૧૪૭૪૩૪- સ્ત્રી, અને ૧૨- અન્ય મળી કુલ- ૨૯૩૪૧૭ મતદારો છે.જ્યારે ૧૭૭ વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૭૫૭૮-પુરુષ,  ૧૫૩૯૧૫-સ્ત્રી, ૦-અન્ય મળી કુલ-૩૦૧૪૯૩ મતદારો છે. આમ, નવસારી જિલ્લામાં ૫,૩૯,૯૨૫- પુરુષ મતદારો, ૫,૪૫,૪૪૬ –સ્ત્રી મતદારો અને ૩૫- અન્ય મતદારો મળી  કુલ-:- ૧૦,૮૫,૪૦૬ મતદારો નોંધાયા છે.જ્યારે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારી-કર્મચારીઓની આંકડાકીય વિગત માઈક્રો ઓબ્ઝર્વર- ૭૨
ટેક્નિકલ સ્ટાફ- -૨૦૧ નોડલ ઓફિસર- ૨૧ સેક્ટર ઓફિસર- ૧૪૯ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્ટાફ- ૧૪
એમ.સી.એમ.સી- ૧૫ એફએસટી/એસએસટી- ૭૨
બુથ લેવલ ઓફિસર- ૧૧૧૬ રીસીવીંગ એન્ડ ડિસ્પેચીંગ સ્ટાફ-૪૦૦ રેવન્યુ, પંચાયત અને અન્ય સ્ટાફ- ૪૯૧૦
લોકશાહીનો મહાપર્વમાં આજે એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે, ત્યારે મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર બનો. દેશ પ્રત્યેની નૈતિક ફરજ નિભાવો. આજે મતદાન ચોક્કસ કરો એમ નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર અપીલ કરાઇ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!