
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર વિસનગર
વિસનગર પાલિકામાં ઉપપ્રમુખ તરીકે ઠાકોર લખીબેનની નિમણુક કરવામાં આવી, છેલ્લા છ માસ થી ઉપપ્રમુખની જગ્યા ખાલી પડી હોવાથી ચૂંટણી યોજી નિમણૂક કરાઈ
વિસનગર નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ઠાકોર લખીબેન દિલીપજીનું વોર્ડ નંબર 4 માં આવતા હોવાથી તેમની સામે એક પણ ફોર્મ ન ભરતાં તેમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં તેમની બિનહરીફ ઉપપ્રમુખ તરીકે વરણી થતા પ્રમુખ સહિત તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતા.
વિસનગર પાલિકાના ઉપપ્રમુખ ગત 1 જૂન 2023 ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તેને લઈ પાલિકા દ્વારા ખાલી પડેલ ઉપપ્રમુખની જગ્યા માટે ચૂંટણી યોજવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેને લઇ નગરપાલિકા હોલ ખાતે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયામાં ઉપપ્રમુખ તરીકે ઠાકોર લખીબેન દિલીપજી ને ભાજપ દ્વારા મેડેન્ડ આપવામાં આવ્યો હતો જેથી એક જ ફોર્મ ભરાયું, ચૂંટણી અધિકારીએ ઠાકોર લખીબેન ની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરી છે. ઠાકોર લખીબેન વરણી થતા પાલિકાના તમામ સ્ટાફ અને નગરસેવકો સહિતે શુભકામનાઓ પાઠવી હતી.




