
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના માલપુર રોડ પર ઇલેક્ટ્રિક મોટર,સબમરસીબલ પમ્પ ની દુકાનો પર તસ્કરો નો હાથફેરો
આજકાલ તસ્કરો પણ તસ્કરી કરવામાં ખૂબ માયર થઈ ગયા છે તસ્કરી છુપાવવા અલગ અલગ કિમીયા રચી ને પણ તસ્કરી સફળ બનાવતા હોય છે આવી જ એક ઘટના મેઘરજ ના માલપુર રોડ પર બનવા પામી છે
મેઘરજ ના માલપુર રોડ પર ઇલેક્ટ્રિક મોટર,સબમરસીબલ પમ્પ ની દુકાનો આવેલી છે જેમાં ગત રાત્રી એ તસ્કરો ત્રાટકયા હતા તસ્કરો એ ત્રણે દુકાન ના શટર ના તાળા તોડી ને દુકાન માં રહેલ મોટરો અને ઇલેક્ટ્રિક વાયરો કોપર વાયરો મળી કુલ બે લાખ દસ હજાર ના મુદ્દામાલ ની ચોરી કરી હતી
દુકાન માં સીસીટીવી કેમેરા નાખેલ હતા પણ તસ્કરો એ ઓળખ છુપાવવા,પુરાવા નો નાશ કરવા માટે સીસીટીવી કેમેરા પર કાળી પ્લાસ્ટિક ની પટ્ટી મારી દીધી જેથી પુરાવા નો નાશ થાય તથા ઓળખ પણ છુપાવી શકાય ,માલપુર રોડ જાહેર રસ્તો છે પણ રાત ના સમયે પોલીસ પેટ્રોલિંગ વધે અને હોમગાર્ડ નો પોઇન્ટ છતાં તસ્કરી થતી હોય તો વધારે બંદોબસ્ત મુકાય એ જરૂરી છે હાલ તો મેઘરજ પોલીસે સમગ્ર બાબત ને લઇ તસ્કરો ઝડપી લેવા ના ચક્રો ગતિમાન કર્યા છે





