મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાનપુર અને સંતરામપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
-
મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
રિપોર્ટર… મહીસાગર :- અમીન કોઠારી
મહીસાગર જિલ્લામાં ૮૮ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી માલૂમ પડતાં કૂલ રૂ.૧૫.૧૭ લાખનો દંડ ફટકાર્યો
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા તેમજ ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં કુલ ૨૭ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કુલ ૩૨૪ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૩૭ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૫.૪૯ લાખ જેટલું થાય છે. લુણાવાડા તાલુકામાં ૧૧૨ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૧૯ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ તેમજ સંતરામપુર તાલુકામાં ૧૯૮ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૨૯ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૫.૬૧ લાખ જેટલું થાય છે.
આમ મહીસાગર જીલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુર તાલુકાના કુલ ૬૫૬ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા.આ વીજ જોડાણમાંથી કુલ ૮૮ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત કુલ બીલ રૂપિયા ૧૫.૧૭ લાખ જેટલું થાય છે. આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારા ઓ માં ફફડાટ વ્યાપ્યો છે.