GUJARATSAYLA

સુરેન્દ્રનગરના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર બાબતે રજૂઆત માટે પી.જી.વી.સી.એલ કચેરીએ દોડી ગયા.

સ્માર્ટ મીટર હટાવી સાદુ મીટર લગાવવા ગ્રાહકો દ્વારા કરાઈ માંગણી.ગ્રાહકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરેન્દ્રનગર ,જોરાવરનગર, રતનપર ના વિવિધ વિસ્તારો માં છેલ્લા બે થી ત્રણ માસમાં આશરે 300 દ્વારા સોલાર પેનલ નખાવવામાં આવી છે જેવો ને પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર જ નાખવું પડશે તેઓ દૂર આગ્રહ કરતાં આજે તે પૈકીના મોટા ભાગના પરિવારો સાથે પીજીવીસીએલ ની ઓફિસે આ તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર નહીં પરંતુ સાદુ મીટર નાખી આપવા રજૂઆત કરવામાં આવી હતી

મીટર ન નાખવા ના કારણે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતો વીજ પુરવઠો ગ્રાહકો ને મજરે બાદ મળતો નથી
સોલાર પેનલ માં મીટર ન લાગવાના કારણે વીજ ખર્ચ માં ફાયદો હજી સુધી ન થતો ન હોવા છતાં સોલર પેનલ ના હપ્તા ચાલુ થઈ ગયા હોય ગ્રાહકો ને પડ્યા પર પાટુ હોય તેવો ઘાટ થયો છે.
આ બાબતે આ દરેક વીજ ગ્રાહકોને તાત્કાલિક સાદો મીટર નાખી આપવા અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર વિસ્તારના ગ્રાહકો,તેમજ રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!