
અજાબ શેરગઢ ના સિમાળે આવેલ નાગલધામની બાજુમાં ખોડીયાર માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી ના એક યજ્ઞનું આયોજન સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા કરવામાં આવેલુ
આ વર્ષો થી આવેલી પ્રાચીન જગ્યા જયા મા ખોડિયાર ના બેસણા છે એમની નજીક ખોડિયાર ઘુનો અને ઘુનાને કાંઠે મોટા પથ્થર ની શિલામાં માતાજી બિરાજમાન હોય થોડા સમય પહેલા માઈ ભક્તો દ્વારા પુજ્ય માતાજી નું નવું શિખર બંધ મંદિર બનાવવામાં આવેલ હાલ વટેમાર્ગુ ને પીવા ના પાણી અને ઘટાટોપ વૃક્ષોનો શિતળ છાયામાં બેસી બાળકો માટે બગિચો નિર્માણ કરવામાં આવેલ છે આ ખોડિયાર માતાજીનું મંદિર સમસ્ત બાબરિયા મહિયા ક્ષત્રિય સમાજના કુળદેવી હોય આજુબાજુના ગામના શ્રધ્ધાળુઓ પણ નૈવેદ્ય દર્શન કરવા માટે આવતા હોય શ્રધ્ધાના કેન્દ્ર સમું આ મંદિરમાં વિવિધ વાર તહેવારે યજ્ઞ બટુક ભોજન મહાપ્રસાદ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે હાલ ચૈત્રી આઠમનો યજ્ઞ સમસ્ત બાબરિયા પરિવાર દ્વારા કરવામાં આવે તેમજ મહા પ્રસાદ નું આયોજન કરેલું વિશાળ સંખ્યામાં ભક્તો અને સમાજ ના લોકો એ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી લાભ લિધો હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





