GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ખેરગામના રૂઝવણી ગામના 2 શિક્ષકોની વય નિવૃત થતા સન્માન સમારોહમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામા 10 વર્ષ લાંબી સેવા આપ્યા બાદ જુગલબેલડી અશોકભાઈ નાનાભાઈ પટેલ અને દક્ષાબેન સોમાભાઈ પટેલ વયનિવૃત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં સામાજિક આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ઈશ્વરભાઈ પટેલ,ફતેસિંહ પરમાર,ગામના સરપંચ દિપીકાબેન પટેલ,માજી સરપંચ સુરેશભાઈ પટેલ,ખંડુભાઇ પટેલ,ધીરુભાઈ,બેંક અધિકારી સુરેન્દ્ર પટેલ,જમીન માપણી વિભાગ કર્મચારી હિરલ પટેલ અને વેણ ફળીયા સુરેશભાઈ પટેલ સહીત ગ્રામજનો અને ડો.કૃણાલ પટેલ સહિતના પરિવારજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિદાયમાન શિક્ષકોએ બાળકો અને એસએમસી સભ્યોને સ્મૃતિભેંટ આપી લાગણીસભર સંબોધન કર્યું હતું.ડો.નિરવ ભુલાભાઇ પટેલે ઉપસ્થિત જનમેદનીને પોતાના જનપ્રતિનિધિઓ સમક્ષ શિક્ષકોને સીર એસઆઈઆર જેવી તમામ ઈતર સીરદર્દ આપતી કામગીરી માંથી દૂર કરાવવા રજૂઆત કરવા જણાવ્યું હતું અને શિક્ષકને માત્ર અને માત્ર શિક્ષક જ રહેવા દેવા ભારપૂર્વક વાત મૂકી હતી. ઈશ્વરભાઈ પટેલે ટૂંક સમયમાં એન્જીનીયરિંગ અને કાયદાની સરકારી કોલેજ લાવવા માટે પોતાની કટીબદ્ધતા વ્યક્ત કરી શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો તેવું જણાવી શિક્ષકનો મહિમા કર્યો હતો.શિક્ષકસંઘના ભૂતપૂર્વ પ્રમુખ ફતેસિંહે પોતાના સમયગાળા દરમ્યાન અશોકભાઈ અને દક્ષાબેનની સુંદર કામગીરીના વખાણ કર્યા હતા.શાળાના આચાર્ય બુધાભાઈ પટેલ અને એસએમસીના સ્નેહલ પટેલ, તિલક પટેલ, અંજનાબેન, તેજસભાઈ, જીતેન્દ્રભાઈ, જયાબેન,સંગીતાબેન,તારાબેન સહીતના ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને વિદાયમાન શિક્ષકોને તિલક પટેલ સહિતના ગ્રામજનો દ્વારા મહિલાઓ માટે સાક્ષાત વિદ્યાની દેવી સમાન સાવિત્રીબાઇ ફૂલે અને પ્રખર સમાજસુધારક જ્યોતિબા ફૂલેની ફોટોફ્રેમ આપી  સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સમૂહ ભોજન યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!