શહેરા પાનમ ટોલનાકા પાસેથી હોન્ડા સીટી કારનો પીછો કરી મોતાલ ગામે બાબારામદેવ ધાબા પાસે હોન્ડા સીટી ગાંડીમાંથી ૧૨૭૫ કિ.ગ્રા ગૌ-માંસ પકડી પાડતી શહેરા પોલીસ
પંચમહાલ શહેરા તા.૧૫/૦૯/૨૦૨૪.
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ ગેરકાયદેસર રીતે ચાલતા પશુઓના કતલખાનાં અટકાવવા તથા ગૌમાંસની થતી હેરાફેરી અટકાવવા સારૂ સખતમાં સખત વોચ તપાસ તેમજ પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સાહેબ નાઓને બાતમી મળેલ કે
એક હોન્ડા સીટી ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ રજી નં.GJ 17 CE 9438 નો છે જેગાડીમાં ગૌમાંસ ભરી લુણાવાડા તરફથી ગોધરા તરફ આવાની છે જે આધારે તેઓએ શહેરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.રાજપુત તથા સ્ટાફના માણસોને તથા તેઓની કચેરીના માણસોને બાતમી આધારે જરૂરી વોંચતપાસ અને નાકાબંધી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ.જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી.અમીન તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ શહેરા પાનમ ટોલનાકાથી બાતમીવાળી ગાડીનો પીછો કરી ઉપરોક્ત બાતમી મુજબની હોન્ડા સીટી ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ રજી નં.GJ 17 CE 9438 ગાડી સાથે
ગૌમાંસનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
> કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) એક હોન્ડા સીટી ફોરવ્હીલ ગાડી જેનો આર.ટી.ઓ રજી નં.GJ 17 CE 9438 જેની કીમત
રૂ.૩,૦૦,૦૦૦/-
(૨) ગૌ-માંસ ૧૨૭૫ કિ.ગ્રા જેની કી.રૂ.૨,૫૫,૦૦૦/-
આરોપીઓ:-
(૧)હોન્ડા સીટી વાહન નં.GJ 17 CE 9438 નો ચાલક
(૨) હોન્ડા સીટી વાહનમાં બાજુની સીટમાં બેસેલ ઇસમ
તથા ગૌવંશ પશુઓ મેળવી કટીંગ કરી ભરી આપનાર તથા ગૌવંશ માસનો જથ્થો
મંગાવનાર તથા તપાસમાં નીકળે તે