મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે સંતરામપુર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન

- મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે સંતરામપુર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
***
રિપોર્ટર…અમીન કોઠારી મહીસાગર….
મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હોલમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી વિભાગો દ્વારા ચાલતી સ્વરોજગારલક્ષી યોજનાઓ અને તેના માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હાલોલની એમ.જી. મોટર્સ અને અરવિંદ મિલના એચ.આર. મેનેજર અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓ માટે તેમની કંપનીઓમાં ઉપલબ્ધ રોજગારની તકો અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ મેળામાં નોકરીની શોધમાં આવેલી મહિલાઓના ઇન્ટરવ્યુ અને પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટ, મહિલા અને બાળ અધિકારી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.





