
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને કલોલ સ્થિત અરવિંદ ટેક્સટાઇલ દ્વારા કેશોદ ખાતે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીમાં નોકરી મળે તે માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. 200 જેટલી મશીન ઓપરેટરની જગ્યા પર આજે વહેલી સવારે ઉમેદવારો પોતાની યોગ્યતા કસોટી આપવા માટે પહોંચ્યા હતા.જૂનાગઢ: જિલ્લાના કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને અરવિંદ ટેક્સટાઇલ કલોલના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન થયું હતું.આ મેળામાં 200 જેટલી જગ્યા પર મશીન ઓપરેટરની નિમણૂક માટે કંપનીના અધિકારીઓએ યુવાનોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. આજે પસંદ થયેલા ઉમેદવારોને લઘુત્તમ 12,649 રૂપિયાનો માસિક વેતન આપવાની સાથે પસંદ કરેલ ઉમેદવારોની કાર્યક્ષમતાને ધ્યાને રાખીને તેના પગારમાં વધારો કરવાની શક્યતા પણ કંપની દ્વારા જાહેર કરાઈ છે.કેશોદમાં નોકરી ઇચ્છતા લોકો માટે ખુલ્યા રોજગારીના દ્વાર, 200 ઉમેદવારો માટે સુવર્ણ તક – ભરતી મેળામાં મળી હતી. આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી – જૂનાગઢ દ્વારા આયોજિત ઔધોગિક ભરતી મેળા માં એશિયાની પ્રખ્યાત અરવિંદ મિલ દ્વારા જોબ પ્લેસમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ ભાગ લીધો હતો. અને નોકરી વાંચ્છુઓ ને સ્થળ પર નિમણુંક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. શાળાના ઈ.આચાર્ય શ્રી કરમટા સાહેબ દ્વારા પધારેલ લોકોનું શાબ્દિક સ્વાગત કરેલ હતું અને આયોજન બદલ જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






