વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વિભિન્ન કંપનીઓ સાથે સંકલન કરીને આ ભરતી મેળો યોજાયો હતો, જેમાં કંપનીઓના અધિકારીઓ દ્વારા યુવાન ઉમેદવારોના સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રોજગાર મેળવવાની તક મેળવવી.આ પ્રસંગે વિશેષ સહકાર આપનાર શ્રી નિર્મલભાઈનો આભાર – જેમના ઘરે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નીલમભાઈનો પણ આભાર, જેમણે રજીસ્ટ્રેશન અને અન્ય સહાય માટે એમનો સ્ટાફ મોકલી આપ્યો.આ પ્રસંગે અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા: વિજયભાઈ અટારા ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખશ્રી યોગેશભાઈ ઉત્તમભાઈ ગરાસિયા કમલેશ પટેલ પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ નડગધરીના સરપંચ શ્રી દિનેશ ભોયા વાંકલ ગામના રૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ શ્રી રાકેશ પટેલ શ્રી મહેશ પટેલ, શ્રી ધર્મેશ પટેલ સામાજિક આગેવાન શ્રી રામદાસ ભોયા અને શ્રી રિતેશ પટેલ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારના ઉત્તમ અવસરો મળે છે – જે સમાજના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે