GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાપાલિકા દ્વારા વાવડી રોડ ઉપર સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી મહાપાલિકા દ્વારા વાવડી રોડ ઉપર સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું
મોરબી શહેરને સ્વચ્છ બનાવવા મહાપાલિકા દ્વારા દર પખવાડીયે શ્રમ દાન ફોર મોરબી અંતર્ગત સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. આજે આ ઝુંબેશ વાવડી રોડ ઉપર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા નવા ભળેલા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સઘન બનાવવા માટે 200 નવા સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવશે. અંદાજે 300 જેટલી જાહેર જગ્યાએ ડસ્ટબીન મુકવામાં આવશે. વધુમાં હાલ જે ડસ્ટબિન છે તેમાંથી દર બેથી ત્રણ દિવસે કચરો કલેક્ટ કરવામાં આવે છે. તેની બદલે રૂટ ગોઠવી દરરોજ કચરો કલેકટર થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.