નવસારી જિલ્લાવાસીઓ માટે આનંદો: નવસારી મહાનગરપાલિકા લાવ્યું છે સ્વદેશી ખરીદી ઉત્સવ ૨૦૨૫ ક્યુઆર કોડ સ્કેન કરો અને જોડાઓ..
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘સ્થાનિક ખરીદી,”આત્મનિર્ભર ભારત”અભિયાન અંતર્ગત સ્વદેશી ખરીદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી શહેરના વેપારીઓ તથા નાગરીકો માટે ખુશખબરી નવસારીમાં આવી રહ્યું છે સ્વદેશી ખરીદી ઉત્સવ ૨૦૨૫ જિલ્લાના નાગરીકોને મળશે ગુણવત્તાસભર સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો અવસર તો આ ઉત્સવમાં જોડાઈ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને આત્મનિર્ભર ભારત બનાવીએ..આ સ્વદેશી ખરીદીનું ઉત્સવ ૮ ઓક્ટોબર ૨૦૨૫ થી ૩૧ ઓક્ટોમ્બર ૨૦૨૫ રહશે. આ ખરીદી ઉત્સવમાં જોડાવા માટે વેપારી મિત્રોએ નીચે દર્શાવ્યા QR પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. QR પર સ્કેન કરો અને ભાગીદાર બનો આ ઉત્સવનો , શહેરના નાગરિકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહન બાબતે આ અભિગમ છે જેથી આત્મનિર્ભર ભારત નિર્માણ શક્ય બને તો આવો જોડાઈએ સ્વદેશી અપનાવીએ આત્મનિર્ભર ભારત બનાવીએ..