DHROLGUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ધ્રોલ-વાડી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

શાળાએ જવાપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ “શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ” ની ૨૩મી કડી, જૂન ૨૦૨૫ દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ૨૦૦૨-૦૩માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ વર્ષે ૨૩મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ધ્રોલ શહેર ની વાડી શાળા 1 તેમજ વાડી શાળા 2 મા પ્રવેશોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો હતો જેમા ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહીને બાળકોને પ્રવેશ અપાવ્યો હતો આ અવસરે ઉપસ્થિત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધ્રોલ શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ કોટેચા તેમ જ ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા તેમજ ધ્રોલ નગરપાલિકાના કારોબારીના અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ તેમજ ગોવિંદભાઈ દલસાણીયા તેમજ ધ્રોલ નગરપાલિકાના કોપોરેટર લખમણભાઇ બાંભવા સંજય સિંહ જાડેજા તુષારભાઈ ભાલોડીયા મહેશભાઈ ફિરોજભાઈ તેમજ ધ્રોલ શહેરના બંને મહામંત્રી મહેશભાઈ પરમાર અને ઋત્વિક ભાઈ ગડારા તેમજ ધ્રોલ શહેર ભાજપના ઉપપ્રમુખ સીએમ વરુ તેમ જ એ વિસ્તારના આગેવાનો તેમજ શિક્ષક ગણ તેમજ વાલીઓ તેમજ મારા વાલા બાળકો સહીતના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી તેમ અશ્ર્વીનભાઇ આશા જણાવે છે

Back to top button
error: Content is protected !!