
ઝઘડિયા તાલુકાના રતનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોનો શાળામાં પ્રવેશોત્સવની ઉજવાની કરવામાં આવી આ પ્રસંગે શાળાની મુલાકાતે ડાયટ લાઈઝન ભરૂચ દિનેશભાઈ ભાભોર હાજર રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં નવા આવનાર બાળકોને આવકારીને શાળામાં શૈક્ષણિક કીટ યાસીનભાઈ સિદ્દી તરફથી ભૂલકાઓને આપવામાં આવી હતી અને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો એસ.એમ.સી રતનપોરના સભ્ય ગ્રામજનો તેમજ શાળામાં કાયમ માટે મદદ રૂપ થતાં એવા દાતા સિદ્દી યાસીનભાઈ, સી આર સી વિપુલભાઇ,શાળાના આચાર્ય રમેશભાઈ ચૌહાણ અને તેમના સ્ટાફ દ્વારા ખુબ જ ઉત્સાહથી શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી



