GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સાબરમતી નદી નજીક પર્યાવરણ પ્રેમી દ્વારા ઋષિવન ખાતે માર્ગ સલામતીને ધ્યાને લઇને કર્મચારીઓને 204 હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું

વિજાપુર સાબરમતી નદી નજીક પર્યાવરણ પ્રેમી દ્વારા ઋષિવન ખાતે માર્ગ સલામતીને ધ્યાને લઇને કર્મચારીઓને 204 હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું
જીવનની એક દુઃખદ ઘટના બાદ પરિવાર સમાન સ્ટાફના સભ્યોને ગ્રીન એમ્બેસેડર જીતુ ભાઈ એ હેલ્મેટ વિતરણ કરી સલામતી પુરી પાડી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ ઋષિવન ખાતે પર્યાવરણ પ્રેમી જીતુ ભાઈ પટેલે દ્વારા ૧૫ વર્ષ પૂર્વે જિંદગી મા બનેલી એક દુઃખદ ઘટના મા પોતાના ભાણિયા નુ એક માર્ગ અકસ્માત મા હેલ્મેટ પહેર્યા વગર બાઈક ઉપર જતા માર્ગ અકસ્માત મા મોત નિપજ્યું હતુ જે ઘટના ને યાદો તાજી થતા ઋષિવન ખાતે ફરજ બજાવતા બાઈકો એક્ટિવા સ્કુટી લઇને આવતા ૨૦૪ જેટલા કર્મચારીઓ ને ની શુલ્ક હેલ્મેટ નુ વિતરણ કર્યું હતુ. ઘણીવાર આપણા નજીક મા રહેતો માણસ દુનિયા માથી પરલોક જતો રહે છે ત્યારે તેની યાદો આપણ ને કયારેક આપણા હર્દય ને હચમચાવી દે છે આવી એક દુઃખદ ઘટના જીતુભાઇના જીવનમાં 15 વર્ષ અગાઉ બનેલી આઘાત જનક ઘટનામાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને કારણે સગ્ગા ભાણીયાએ જીવ ગુમાવ્યો હતો. આ સમયે જે ભાણિયો મામા કહી જીતુભાઈને બોલાવતો હતો તેનો એ મામા શબ્દ જીતુભાઇ આજ દિન સુધી ફરી સાંભળી શક્યા ન હતા ત્યારે ભણીયા સાથે બનેલી માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના બાદ જીતુભાઈ પોતાના પરિવાર સમાન ઋષિવનના તમામ સ્ટાફ અને અન્ય જગ્યાએ ફરજ બજાવતા કમૅચારી સભ્યોને કુલ 204 જેટલા હેલ્મેટનું વિતરણ કરી સડક સલામતી માટે વૃક્ષ નારાયણ દેવને પ્રાર્થના કરી હતી. ઋષીવન ખાતે બહારગામ થી મોટરસાયકલ. કે સ્કુટી લાઈને આવતા જતા દરેક કમૅચારી ને પોતાનો પરીવાર ના સભ્યો ગણીને આ રીતે હેમ્લેટ આપી માર્ગ સલામતી રાખવા અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!