એસબીપુરામાં પર્યાવરણની તાલીમ યોજાઈ

26 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની એસબીપુરા પ્રાથમિક શાળામાં બે દિવસની ધોરણ ત્રણ થી પાંચની પર્યાવરણની તાલીમ યોજાઈ .જેમાં ટાકરવાડા , કાણોદર, કુંભાસણ, સૂંઢાના શિક્ષકો હાજર રહ્યા હતા. જેમાં રામજીભાઈ રોટાતર, અબ્બાસભાઈ આગલોડીયા, રાજેશભાઈ પટેલ,હસમુખભાઈ ચેનવા, નરેશભાઇ મકવાણા,
કિર્તીભાઇ કંબોયા, સિરાજખાન પરમાર, નરેશભાઇ ડોડિયા , અશોકભાઈ પટેલ, છનાભાઈ સોલંકી.મહેશભાઈ, દીપકભાઈ, દલજીભાઈ,વગેરેએ ગૃપ પ્રવૃતિમાં ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન સી આર સી કો કમલેશભાઈ પ્રજાપતિ તેમજ ડૉ. વર્ષાબેન પ્રજાપતિ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. બેન દ્વારા સરસ માહિતી આપવામાં આવી. પોતાની સ્વરચિત કાવ્યની વાત કરી. ઇનોવેશનની વાત નિકળતાં રામજીભાઈ રોટાતર ની પણ ચર્ચા બેન દ્વારા કરવામાં આવી. તજજ્ઞ શ્રી ઓ દ્વારા, તેમજ પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા સરસ માહિતી આપવામાં આવી. શાળામાં વાવેલા જુદા જુદા વૃક્ષોની તમામ મિત્રોએ મુલાકાત કરી.




