
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના અદાપુર થી અદાપુર કંપા વચ્ચે રસ્તાનું ધોવાણ,પાંચ દિવસથી બસ સેવા બંધ માર્ગ અને મકાન વિભાગ ઉંગમાં..?
છેલ્લા કેટલા દિવસથી અરવલ્લી જિલ્લાની અંદર વરસાદે હાહાકાર મચાવ્યો છે જેના કારણે રસ્તાઓની પણ દયનીય હાલત જોવા મળી છે જેમાં વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાની અંદર આઠ ઇંચ જેટલા વરસાદના કારણે ક્યાંકને ક્યાંક રસ્તાઓ ધોવાયા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે જેના કારણે બસ સેવા પણ બંધ પડી હોવાની માહિતી જાગૃત નાગરિકે જણાવી હતી
જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર મેઘરજ ના અદાપુર થી અદાપુરકપા જતા રસ્તા પર વરસાદી પાણી ફરીવળતા રોઙનુ ધોવાણ થયું છે જેને પગલે ધોવાણ થયે 3 દિવસ થી વધુ સમય થવા આવ્યો જેના કારણે રસ્તા નુ ધોવાણના લીધે મોટીમોયઙી ઈઙર બસની સેવા અદાપુરગામ અદાપુર કમ્પા,સિસોદરા અને અદાપુર ગ્રામપંચાયતના ગામડાઓને 5 દિવસ થી બસની સેવા મળતી નથી અને હાલાકી નો સામનો કરવાની ફરજ પડી છે. રસ્તાના રીપેરીંગ કામ માટે મેઘરજ માર્ગ અને મકાન વિભાગ ગોળ નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ઠેર ઠેર ખાડા પડેલા હોવાના કારણે હાલ પણ મેઘરજના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી આ ગામના રસ્તાનું ધોવાણ ત્રણથી વધુ દિવસ થવા આવ્યા છતાં પણ હજુ મેઘરજ માર્ગ અને મકાન વિભાગ પોતે ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિસ્તારના જાગૃત નાગરિકે પોતાની વિસ્તારની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે ગામડાઓ છેલ્લા પાંચ દિવસથી બસની સેવાથી વંચિત છે ત્યારે રસ્તાનું સમારકામ ઝડપથી થાય તેવી માંગ કરી હતી




