BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં સાયબર સિક્યુરિટી અવેરનેસ પર નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

22 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં સાયબર સિક્યુરિટી અવેરનેસ પર નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં તા.21/2/2026 ના રોજ સવારે 9:00 to 11:30 દરમિયાન પ્રિ. ડૉ. રાધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્લબ – કો.ઓર્ડીનેટર ડૉ.જાનકીબેન પટેલ દ્વારા ‘સાયબર સિક્યુરિટી અવેરનેસ’ પર નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. જેમાં 14 જેટલા વિદ્યાર્થીઓએ વકતૃત્વમાં ભાગ લીધો હતો. અને 30 જેટલા વિદ્યાર્થીઓએ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં નિર્ણાયક તરીકે ડૉ. સુરેખાબેન પટેલ અને ડૉ.હેમલબેન પટેલ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.





