Rajkot: કેગ દ્વારા ઓડિટ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે નિબંધ લેખન સ્પર્ધા
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઓડિટ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ) દ્વારા ‘રાષ્ટ્રીય ઑનલાઇન નિબંધ લેખન’ સ્પર્ધા – ૨૦૨૫નું આયોજન માય ભારત પોર્ટલ પર કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વયના યુવાનો ભાગ લઇ શકશે. સ્પર્ધાની શરૂઆત ઑનલાઇન સ્ક્રીનિંગ ક્વિઝથી કરવામાં આવશે, ત્યારબાદ પસંદગી થયેલા ભાગ લેનારાઓ દ્વારા નિબંધ અપલોડ (વધુમાં વધુ ૧૫૦૦ શબ્દો હિન્દી અથવા અંગ્રેજીમાં) કરવામાં આવશે. સ્ક્રીનિંગ ક્વિઝ હાલ લાઇવ છે.
નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને ભારતના કેગ દ્વારા ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ન્યુ દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવશે. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કારરૂપે પ્રથમ વિજેતાને ઇનામ રૂ. ૫૦ હજાર, બીજું ઇનામ રૂ. ૪૦ હજાર તેમજ તૃતિય ક્રમે વિજેતાને રૂ. ૩૦ હજાર આપવામાં આવશે.
વિગતવાર નિયમો અને શરતો તથા સ્ક્રીનિંગ ક્વિઝની માહિતી MyBharat પોર્ટલ https://mybharat.gov.in/quiz/quiz_dashboard/ZXMwVnY3TGZMSXV2aExYcm પર ઉપલબ્ધ હોવાનું એ.જી. ઓફીસ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.