બહેનો માટે વટવૃક્ષ સમાન હાલારની સંસ્થાનો સ્થાપના દિવસ ઉજવાયો
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર દ્વારા ૬૯મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે, ૨જી ઓક્ટોબર ના રોજ, સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર ની અધ્યક્ષતા માં સંસ્થાના ૬૯મા સ્થાપના દિવસની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી.
ગાંધી જયંતી અને વિશ્વ અહિંસા દિવસ ની સાથે વિજયાદશમી ના તહેવાર નિમિતે સૌને શુભેરછાઓ પાઠવવામાં આવી.
સંસ્થા સ્થાપના દિવસે દાતાઓ ના સહયોગથી બે નવાં પ્રકલ્પો નો પ્રારંભ કરવામાં આવ્યો. ૧). ગણેશ ગ્રુપ(વડનગરા નાગર જ્ઞાતિ ના યુવા સભ્યો) ના આર્થિક યોગદાનથી સંસ્થાના બાલમંદિર ના ક્રીડાંગણના સાધનોનું નવ નિર્માણ કરવામાં આવ્યું.
૨)સંસ્થા સંચાલિત પ્રાથમિક શાળા ના પૂર્વ વિદ્યાર્થી શ્રી રોહિતભાઈ મારૂ અને શ્રી હેમાંગભાઈ વોરા ના યોગદાનથી પ્રાથમિક શાળામાં “પુસ્તક તીર્થ”(આધુનિક પુસ્તકાલય)કરી આપવાની જાહેરાત કરવામાં આવી. આ અવસરે ઉપસ્થિત દાતા શ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ડો રૂપેનભાઈ દોઢિયા, હસમુખભાઈ હિંડોચા, મા મંત્રી સૂચેતાબેન, કા. વા.સમિતિ ના સભ્યો, વિભાગીય વડાઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંસ્થા સ્થાપના દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી નો પ્રારંભ મંગલ ગીત દ્વારા કરવામાં આવ્યો હતો, બાપુ નું પ્રિય ભજન વૈષ્ણવજન નું ભાવપૂર્વક સમૂહ ગાન કરવામાં આવ્યું. કાર્યક્રમ માં પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગરે, ડો રૂપેનભાઈ દોઢિયા તથા શ્રી હસમુખભાઈ હિંડોચા એ પ્રેરક વિચારો રજૂ કર્યાં હતાં.
માં. મંત્રી સૂચેતાબેન એ સૌ ના સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યો હતો. કાર્યક્રમ નું સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.