
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી થશે, મંદિર પરિસરમાં કૃષ્ણલીલા ની ઝાંખી ના થશે દર્શન – મંદિર પરિસરમાં લેજર શો આકર્ષણ નું કેન્દ્ર
અરવલ્લી ની ગિરિમાળા માં આવેલા આવેલ સુપ્રસિદ્ધ યાત્રા ધામ જ્યાં હજારો ની સંખ્યામાં દર્શન માટે દૂરદૂર થી લોકો આવતા હોય છે. મેશ્વો નદીના કિનારે વસેલું આ યાત્રા ધામ સુપ્રસિદ્ધ યાત્રા ધામ તરીકે ઓળખાય છે અહીં ભગવાન શામળિયાની અલૌકિક મૂર્તિ જે લોકોનું મન મોહી લે તેવી છે જ્યાં શામળાજી મંદિરમાં આવેલ મૂર્તિને કાળિયા ઠાકર તરીકે પણ પ્રસિદ્ધ છે અહીં રક્ષાબંધન થી લઈ વિવિધ તહેવારો તેમજ પૂનમ ના દિવસે અનેરું મહત્વ હોય છે અને લાખો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને એમાં પણ ખાસ કરીને જન્માષ્ટમી નો તહેવાર જે ગુજરાતમાં આવેલ યાત્રા ધામ જેવા કે દ્વારકા, ડાકોર, શામળાજી, મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ એ સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજી મંદિરમાં પણ જન્માષ્ટમી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને 16 ઓગસ્ટ શનિવાર ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી ના ભાગ રૂપે મંદિર ટ્રસ્ટ ધ્વારા દર્શનના સમય નક્કી કરવામાં આવ્યો છે જેમા મંદિર સવારે 6:00 કલાકે ખુલશે, મંગળા આરતી સવારે 6:45 કલાકે, શણગાર આરતી સવારે 9:15 કલાકે, સવારે 11:30 કલાકે રાજભોગ ધરાવાશે (મંદિર બંધ થશે) મંદિર ખુલશે (રાજભોગ આરતી ) 12:15 કલાકે, મંદિર બંધ થશે (ઠોકરજી પોઢી જશે) બપોરે 1:00 કલાકે, ઉત્થાપન (મંદિર ખુલશે) બપોરે 2:15 કલાકે, સંધ્યા આરતી સાંજે 7:00 કલાકે, શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મોત્સવ રાત્રે 12:00 કલાકે, આરતી રાત્રે 12:30 કલાકે,12:45 એ શયન આરતી અને રાત્રે 1:00 કલાકે મંદિર બંધ થશે આ મુજબ જન્માષ્ટમી તહેવાર ને લઈ મંદિર ટ્રસ્ટ ધ્વારા દર્શન તેમજ આરતીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંદિર પરિસરમાં કૃષ્ણ લીલા ઝાંખીના અમૂલ્ય દર્શન કરાવવામાં આવશે જેમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઝાંખી,ગોવર્ધન પર્વતની ઝાંખી, નાગદમન ની ઝાંખી ઉપરાંત રાત્રે ભજન સંધ્યાનું પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભીખુદાન ગઢવી (જુનિયર ગુજરાતી ફિલ્મોના પ્લેબેક સિંગર ) કાશ્મીરા ગોહિલ( ટીવી રેડિયોના ગાયિકા) વર્ષા બ્રહ્મભટ્ટ (લોક ગાયિકા ) હિમાની ત્રિવેદી (સુગમ લોક ગાયિકા) નરહરિ દાન( લોક સાહિત્યકાર ) દ્વારા ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમમાં આયોજન થયેલ છે રાત્રે 8:30 થી ભગવાન જન્મોત્સવ સુધી સમગ્ર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ શામળાજી મંદિર પરિસર સહિત વિવિધ જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આમ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટશે અને શામળિયાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે. જય રણછોડ, માખણ છોડ ના નાદ સાથે ભક્તોમાં જન્માષ્ટમી તહેવાર ને લઈ આતુરતા છે







