*સાબરકાંઠા જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*સાબરકાંઠા જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ*
**
સાબરકાંઠા જીલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત સાબરકાંઠાના વિજયનગરના પરવઠ,ખેડબ્રહ્માના સિલવાડ તેમજ ખેડવા ખાતે તાલીમ યોજાઈ હતી. પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફની હાજરીમાં પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ માહિતી આપતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારશ્રી દ્વારા શરુ વર્ષે અમલમાં આવેલી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પધ્ધતિઓ અને લાભો વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .વધુમાં પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત,ઘનજીવામૃત,બીજામૃત તેમજ પાક સંરક્ષણથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા.
આ તાલીમમાં અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રી તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા







