
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આદિવાસી વિસ્તારમાં એક જમીનના ૭/૧૨ માં ૨૫ ખાતેદાર ખેડૂતોના નામ હોય, તેમાંથી ૧૦ લોકો ખેતી કરતા હોય, જે એક જ ખેડૂતનું નામ હોય અને એમને સહાય આપે એ બરાબર છે, પરંતુ એવા ખાતેદાર હોય તો કુટુંબીક ઝગડાના કારણે એકબીજા સાથે બોલવા ચાલવાના સબંધ ન હોય, એટલે જે જે ખેતી કરતા હોય એમને અલગ અલગ પૈસા આપવા જોઈએ.:–અનંત પટેલ,વાંસદા ચીખલી ધારાસભ્ય..
વાંસદા તાલુકામાં અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતના કારણે આવી રહેલા કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત વરસાદના પગલે હજી કપાઈને ખેતરમાં પડેલ ડાંગર હજી લેવાની બાકી હોય તેમજ પૂળા કરી દીધા બાદ ઝોડવાનું બાકી હોય સતત વરસાદના પગલે પલળીને ડાંગર સડી જવાની કે ફરીથી ઊગી જવાની સ્થિતિમાં પહોંચી જવાની ભીતિ સર્જાઈ રહી છે. કમોસમી માવઠાએ ખેડૂતોની થોડું ઘણું કમાવવાની આશા પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદે તબાહી મચાવી છે ત્યારે ગ્રામ સેવકો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તેમાં પણ અનેક પ્રશ્નો જનતા વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. આ વર્ષની જેમ ગયા વર્ષે પણ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનું વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ સરકાર દ્વારા આ નુકશાન સહાય પેટે કેટલીક સહાય ખેડૂતને ચુકવવામાં આવી હતી, પરતું તેનો લાભ માત્ર એક ખાતાદીઠ ઓછા ખેડુતોને મળ્યો હતો. ૭/૧૨ ના ખાતામાં માત્ર એક જ ખાતેદાર ખેડૂતને સહાય મળી હતી. ખેડૂત આશા ભરી સરકાર તરફ મીટ માંડે છે પરંતુ સરકાર શુ તેની દરકાર નથી કરતી એ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત આદિવાસી પટ્ટામાં મોટાભાગે ખેડૂત પરિવારો પોતાના પરિવારમાં ૭/૧૨માં સંયુક્ત <span;>જમીનના ખાતાધારક હોય છે એમાં એક ખાતામાં આશરે પાંચથી લઈને ક્યારેકઉ પચ્ચીસ નામ પણ જોવા મળે છે, જેમાંથી ખેતી કરતા ખેડૂત ત્રણ કે પાંચ હોય અને જો ખાતા દીઠ માત્ર એક જ ખાતાધારકને સહાય મળે તો આ અન્ય ખાતાધારક ખેડૂતને અન્યાય રૂપ થશે. આ માટે ૭/૧૨માં ખાતો પ્રમાણે નહિ પરંતુ ખેતરને અપાયેલ સર્વે નંબર પ્રમાણે સહાય કરવામાં આવે, તો ખરેખર નુકસાન થયું છે એ પ્રમાણે ખેડૂતોને સહાય રાશિ મળી રહેશે. સરકાર દ્વારા અનૈક લાભો આપવામા આવે છે જેમાંની એક કિસાન સન્માન નિધિ યોજના એ અંતર્ગત ખેડૂતોને ૭/૧૨માં નામ હોય તેના આધારે દરેક ખેડૂતને ખાતેદારને વાર્ષિક ૬૦૦૦ રૂ. નો લાભ આપે છે, એવી જ રીતે દરેક ખાતેદારને થયેલા નુકસાનનીનું સર્વે કરી જે ખેડુતોને નુકસાન થયું હોય એ દરેકને સહાય કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે, તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.





